સોમવાર, મે 29, 2023
Homeટેકનોલોજીનાના ભાઈની જૂની સાયકલમાં એન્જીનીયર ભાઈએ કર્યો એવો જુગાડ, હવે આ બિઝનેસથી...

નાના ભાઈની જૂની સાયકલમાં એન્જીનીયર ભાઈએ કર્યો એવો જુગાડ, હવે આ બિઝનેસથી લાખો કમાઈ છે.


વડોદરાના એન્જીનીયરે જૂની સાયકલમાં જુગાડ કર્યો અને તે આઈડિયાથી લાખોની કમાણી કરવા લાગ્યા, જાણો તેના વિષે.

એવું કહેવાય છે કે મહેનતથી કરવામાં આવેલા કોઈ પણ કામમાં સફળતા જરૂર મળે છે. એવો જ એક કિસ્સો છે વડોદરામાં રહેતા વિવેકનો. એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યા પછી રોજગાર શોઘી રહેલા વિવેકના મગજમાં તેમના નાના ભાઈની જિદ્દને કારણે એક આઈડિયા આવ્યો. અને તે આઈડિયાએ તેમનું જીવન બદલી નાખ્યું.

ખાસ કરીને તેમનો નાનો ભાઈ ટ્યુશન જવા માટે મોપેડ લેવાની જિદ્દ ઉપર મક્કમ હતો. તેની જિદ્દ જોઈને એન્જીનીયર ભાઈએ તેની જૂની સાયકલને અપડેટ કરીને ઈ-સાયકલ તૈયાર કરી દીધી. ત્યાંથી આ બિઝનેસમાં ઉતરેલા વિવેકે સફળતાની મંજીલ પાર કરવાની શરુઆત કરી દીધી.

વડોદરાના 25 વર્ષના વિવેકે ઇલેક્ટ્રિક એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2017 માં કોલેજના ફાઈનલ વર્ષના પ્રોજેક્ટમાં તેમણે એક ઇલેક્ટ્રિક બાઈક તૈયાર કરી હતી. અભ્યાસ પછી જયારે તે ઘરે કાંઈક કરવાનું વિચારી રહ્યા હતા, ત્યારે તેમનો નાનો ભાઈ દસમાં ધોરણમાં આવ્યો હતો, અને તેણે મોપેડ લેવાની જિદ્દ કરી. તેના નાના ભાઈની ઉંમર ઓછી હોવાને કારણે મોપેડ ચલાવવું સલામત ન હતું, એટલા માટે વિવેકે તેના માટે તેની જૂની સાયકલને મોડીફાઈડ કરી અને મોટરથી ચાલતી સાયકલ બનાવી દીધી.

એન્જીનીયર ભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલી સાયકલ લઈને જયારે નાનો ભાઈ ટ્યુશન અને સ્કુલે પહોંચ્યો, તો તેની સાયકલની ઘણી પ્રશંસા થઇ. અને તેના વિષે તેણે ઘરે જઈને પોતાના એન્જીનીયર ભાઈને જણાવ્યું, પછી તેમના મગજમાં ઈ-બાઈકના બિઝનેસનો આઈડિયા આવ્યો.

વિવેકે એકલા હાથે ઈ-સાયકલ બનાવવાનું શરુ કર્યું અને ધીમે ધીમે તેના ઓર્ડર મળતા ગયા. તેમણે દુબઈની એક કંપનીમાં જઈને ડેમો સાયકલ બનાવી હતી, જ્યાં તેમની ઘણી પ્રશંસા કરવામાં આવી. હાલ વિવેકે પોતાની વર્કશોપ ખોલી દીધી છે.

હાલમાં વિવેકની આ વર્કશોપમાં ઘણા કર્મચારી છે, જ્યાંથી તે ઇન્ટરનેશનલ માર્કેટમાં બિઝનેસ કરી રહ્યા છે. વિવેક ઓફલાઈન અને ઓનલાઈન બંને સોર્સમાં માર્કેટિંગ કરી રહ્યા છે. તેના દ્વારા દેશભરમાં ક્યાંયથી પણ ઓર્ડર કરી શકાય છે. તે સોશિયલ મીડિયાની સાથે જ ફ્લીપકાર્ટ, એમેઝોન, ઇન્ડિયા માર્ટ જેવા પ્લેટફોર્મ દ્વારા પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરી રહ્યા છે.

ઓફલાઈન માટે તેમણે ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી સહીત સાઉથ ઇન્ડિયાના ઘણા રાજ્યોમાં ડીલરશીપ ચેન તૈયાર કરી છે. ત્યાંથી પણ ઈ-સાયકલ ખરીદી શકાય છે. ઘણા બીજા રાજ્યોમાં પણ તે પોતાનું નેટવર્ક વધારી રહ્યા છે.

પેટ્રોલ ડીઝલની કિંમતો આકાશને સ્પર્શી રહી છે. દિવસેને દિવસે ભાવ વધતા જાય છે. તેની સીધી અસર બધાના ખિસ્સા ઉપર પડી રહી છે. જે લોકો પોતાના કામ માટે કે ઓફીસના કામ માટે પેટ્રોલ વાળા વાહનનો ઉપયોગ કરે છે, તેમની ઉપર વધારાના ખર્ચનો બોજ વધી રહ્યો છે. ઉપરથી પર્યાવરણને નુકશાન પહોંચી રહ્યું છે તે અલગ. ત્યારે આ ઈ-સાયકલ પર્યાવરણને પણ ઓછું નુકશાન પહોંચાડે છે અને પૈસા પણ બચાવે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular