સોમવાર, જૂન 5, 2023
Homeટેકનોલોજીપેટ્રોલની વધતી કિંમતોથી છો પરેશાન, તો સ્માર્ટફોન કરતા સસ્તા ભાવમાં ખરીદો આ...

પેટ્રોલની વધતી કિંમતોથી છો પરેશાન, તો સ્માર્ટફોન કરતા સસ્તા ભાવમાં ખરીદો આ ઈ-બાઈક.


આ ઇલેક્ટ્રિક સાઇકલ પેટ્રોલના વધતાં ભાવને લીધે થતી સમસ્યાનું કરશે સમાધાન, જાણો તેના ફીચર્સ અને કિંમત.

ભારતમાં ઇંધણની વધતી કિંમતોને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ ગયું છે. તેથી લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે. જેમ જેમ દેશભરમાં ઈ-બાઈકની લોકપ્રિયતા વધી છે, તેમ તેમ Gozero Mobility (ગોઝીરો મોબીલીટી) સતત નવા મોડલ્સ લોંચ કરી રહી છે. આ કડીમાં ગોઝીરોએ પોતાનું નવું સસ્તી કિંમત વાળું મોડલ સ્કેલીંગ લાઈટ લોન્ચ કર્યું છે. સ્કેલીંગ લાઈટ, ખાસ કરીને બિગિનર્સની સાથે જ ઈ-બાઈક પસંદ કરવા વાળા લોકો માટે પણ ઘણો સારો વિકલ્પ હશે.

કિંમત :

સ્કેટિંગ લાઈટની કિંમત 19,999 રૂપિયા છે. આ કિંમત ઉપર સ્કેટિંગ લાઈટ ઉત્પાદન અને કિંમત વચ્ચે એક સારું બેલેન્સ જાળવી રાખે છે. પોકેટ ફ્રેન્ડલી પ્રાઈઝ પોઈન્ટમાં પેક કરવામાં આવેલી આ ઈ-બાઈક દેખાવમાં પણ ઘણી સ્ટાઇલીશ છે અને તે બધા પાસાઓએ તેને ભારતીય રોડ ઉપર ઘણી સફળ કરી દીધી છે. સ્કેટિંગ લાઈટને એવી રીતે બનાવવામાં આવી છે કે, તે શહેરની દોડધામમાં ચલાવવાની સાથે જ શહેરથી બહારના વિસ્તાર ચલાવવા માટે પણ ઘણી સરળ છે.

ડ્રાઈવિંગ રેંજ :

તેની રેંજ 25 કી.મી. (પેડલની મદદના મધ્યમ સ્તર ઉપર) છે, તેની ટોપ સ્પીડ 25 કી.મી. પ્રતિ કલાક છે. બાઈક એક ડીટીચેબલ એનરડ્રાઈવ 210 વોટ લીથીયમ બેટરી પેક અને એક 250 વોટ રીયર હબ-ડ્રાઈવ મોટર દ્વારા સંચાલિત છે. તેને ગોઝીરો ડ્રાઈવ કંટ્રોલ 2.0 એલઈડી ડિસ્પ્લે યુનિટ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે, જેને રાઈડર ત્રણ પેડલ-આસિસ્ટ મોડ વચ્ચે સ્વીચ કરી શકે છે.

બેટરી અને ફીચર્સ :

બેટરીને રીચાર્જ થવામાં માત્ર 2.5 કલાકનો સમય લાગે છે. અન્ય કંપની કરતાં સસ્તી કિંમત હોવા છતાં પણ નિર્માણ ગુણવત્તા સાથે કોઈ સમાધાન નથી કરવામાં આવ્યું. લાઈટ મોડલમાં 26 x 1.95 સાઇઝના ટાયરો સાથે એક મિક્સ્ડ મેટલ સ્ટેમ હેન્ડલ, સ્પેશિયલાઇઝ્ડ વી-બેક અને એક મજબુત ફ્રંટ ફોર્ક સામેલ છે.

કો-વી-ડને કારણે પબ્લિક ટ્રાંસપોર્ટ અને શેયર્ડ મોબોલીટીનો ઉપયોગ ઓછો થયો છે અને લોકો સોશિયલ ડીસ્ટેસિંગ બનાવી રાખવા માટે પોતાનો ખાનગી ટ્રાંસપોર્ટ પસંદ કરી રહ્યા છે. આ ફેરફારને લીધે વીતેલા વર્ષોની સરખામણીમાં દુનિયાભરમાં ઈ-બાઈકના વેચાણમાં વૃદ્ધિ થઇ છે.

ઉત્તમ અર્બન ટ્રાંસપોર્ટ :

સ્કેલીંગ લાઈટની લોકપ્રિયતા વિષે ગોઝીરોના સીઈઓ અંકિત કુમારે જણાવ્યું કે, મહામારીની શરુઆત અને બીજી લહેર સાથે, લોકોએ કો-વી-ડ પ્રતિબંધો અને તેના આરોગ્યને પહેલાથી ઘણી વધુ ગંભીરતાથી લેવાનું શરુ કરી દીધું છે. ઈ-બાઈક પ્રાઇવેટ અર્બન ટ્રાંસપોર્ટમાં આર્થિક રીતે પણ ઘણું ઉપયોગી અને ફાયદાકારક છે અને તેની સાથે જ તે ફિટનેસ પ્રદાન કરવા સાથે જ કો-વી-ડથી સંબંધિત જોખમોથી સુરક્ષા પ્રદાન કરે છે.

અહિયાં થઇ રહ્યું છે વેચાણ :

તેમણે જણાવ્યું કે, સ્કેલીંગ લાઈટની શરુઆતની કિંમત, બિગિનર્સ માટે આ નવા ટ્રાંસપોર્ટને અપનાવવા અને પોતાના જીવનધોરણ સાથે ઈંટીગ્રેટ કરવું સરળ બનાવે છે. હકીકતમાં સ્કેલીંગના ત્રણ વેરીએંટસ સ્કેલીંગ, સ્કેલીંગ લાઈટ અને સ્કેલીંગ પ્રોને ભારતીય બજારમાં ઘણો સારો રિસ્પોન્સ પ્રાપ્ત થયો છે. અને મહીને ને મહીને આ મોડલ્સનું વેચાણ વધી રહ્યું છે. દરેક મોડલ તેના સંબંધિત યુએસપી સાથે લક્ષિત સેગમેંટની જરૂરિયાતોને પૂરી કરે છે.

ધ સ્કેલીંગ સીરીઝ મોડલ્સ ગોઝીરોની વેબસાઈટ www.gozeromake. fit ઉપર વેચાણ માટે ઉપલબ્ધ છે. તે ઉપરાંત ઘણા ઓફલાઈન અને ઓનલાઈન સ્ટોર ઉપર પણ આ મોડલ્સ ઉપલબ્ધ છે. સ્કેલીગ લાઈટને 2999 રૂપિયાના એડવાન્સ પેમેન્ટ ઉપર પ્રિ-બુકિંગ કરાવી શકાય છે.

આ માહિતી અમર ઊજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular