શુક્રવાર, ઓગસ્ટ 12, 2022
Homeટેકનોલોજીફૂલ ચાર્જમાં 700 કી.મી. દોડશે આ ભારતીય ઇલેક્ટ્રિક સુપર કાર, ટોપ સ્પીડ...

ફૂલ ચાર્જમાં 700 કી.મી. દોડશે આ ભારતીય ઇલેક્ટ્રિક સુપર કાર, ટોપ સ્પીડ ચકિત કરી દેશે, જાણો બીજા ફીચર્સ.

ભારતની ઇલેક્ટ્રિક સુપર કારના ફીચર્સ જાણી આંખો પહોળી થઈ જશે, ટેસ્લાને આપશે જોરદાર ટક્કર.

મીન મેટલ મોટર્સ (MMM) નામના ઇન્ડીયન સ્ટાર્ટઅપે ભારતની પહેલી ઇલેક્ટ્રિક સુપર કાર, અઝાની (Azani) બનાવવા માટે એક પ્રોજેક્ટ શરુ કર્યો છે. કંપનીનો દાવો છે કે અઝાનીની ટોપ સ્પીડ 350 કી.મી. પ્રતિ કલાક છે.

આ સુપર કાર બે સેકંડમાં જ 0 થી 100 કી.મી. પ્રતિ કલાકની ગતિ પકડી શકે છે. આ સુપર કારમાં ઉપયોગ કરવામાં આવેલી મોટર 1,000 hp નો પાવર જનરેટ કરે છે. એક વખત ફૂલ ચાર્જ થઇ ગયા પછી તે 700 કી.મી. સુધીનું અંતર કાપી શકે છે.

કિંમત 89 લાખ રૂપિયા રહેશે : કંપની તેને સૌથી પહેલા 2023 ની શરુઆતમાં બ્રિટેનમાં પછી 2024 માં યુએઈમાં લોન્ચ કરશે. ભારતીય બજારમાં આ કાર 2025 થી મળશે અને કિંમત 1,20,000 અમેરિકી ડોલર (લગભગ 89 લાખ રૂપિયા) થી શરુ થશે. કંપનીની સ્થાપના વર્ષ 2012 માં સાર્થક પોલે કરી હતી અને આ બ્રાંડને 2014 માં સામેલ કરવામાં આવી હતી.

લીક અને ડીઝાઈન : અઝાની સુપર કાર McLaren સુપર કાર્સ જેવી દેખાય છે. કારની ફ્રંટ પ્રોફાઈલ સંપૂર્ણ રીતે ઢાંકેલી પેનલ અને મોટી સાઈડ એયર વેંટસમાં ઈંટીગ્રેટેડ શાર્પ એલઈડી હેડલેમ્પ્સ સાથે સ્લીક દેખાય છે.

કારમાં વળાંકવાળું બોનેટ, હળવા ફ્લેયર્ડ વ્હીલ આર્ચ, થોડી ઉપરની તરફ ચાલતી શોલ્ડર લાઈન, ઓલ-બ્લેક કોટપીટ, સુડોળ અને એરોડાયનેમિક ટેલ સેક્શન મળે છે, જે આ સુપર કારના લુકને ઘણું આકર્ષક બનાવે છે. અઝાનીના પાછળના ભાગમાં ટેલલાઈટ તરીકે એક સ્લીક એલઈડી સ્ટ્રિપ આપવામાં આવી છે.

કંપની 2030 સુધી 3 કરોડ 40 લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવશે : કંપનીનો એ પણ દાવો છે કે તે ઇલેક્ટ્રિક સુપર કાર માઈક્રો પ્લાન્ટમાં બનાવવામાં આવશે. જે ઓટોમોબાઈલ પ્લાન્ટની કોસ્ટના પાંચમાં ભાગથી પણ ઓછી હશે. આ રીતે આ બ્રાંડને કારોને બજારમાં ઝડપથી લાવવામાં મદદ મળશે. સ્ટાર્ટઅપનું લક્ષ્ય વર્ષ 2030 સુધી 34 મીલીયન (3 કરોડ 40 લાખ) ઇલેક્ટ્રિક વ્હીકલ્સ સાથે 750 બિલીયન ડોલર (લગભગ 5,564 અબજ રૂપિયા) કિંમતથી વધુની માર્કેટ સેગમેંટમાં સ્થાન બનાવવાનું છે.

કંપનીએ જણાવ્યું છે કે, તેમની 22 સભ્યોની ટીમ હાલના સમયમાં યુકે, જર્મની અને અમેરિકાના પોતાના ટેકનીકલ પાર્ટનર્સ સાથે રીસર્ચ, ડેવલપમેંટ, ડીઝાઈન, એયરોડાયનેમિક્સ અને એન્જીનીયરીંગ ઉપર કામ કરી રહી છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular