બુધવાર, માર્ચ 29, 2023
Homeટેકનોલોજીબહાર જાવ ત્યારે ફ્રી વાઈ-ફાઈનો ઉપયોગ કરતા પહેલા કરો આ કામ, સુરક્ષિત...

બહાર જાવ ત્યારે ફ્રી વાઈ-ફાઈનો ઉપયોગ કરતા પહેલા કરો આ કામ, સુરક્ષિત રહેશે તમારો ડેટા.


ફ્રી વાઈ-ફાઈનો કરવા માંગો છો ઉપયોગ તો અપનાવો આ રીત, નહિ બનો હેકર્સનો ભોગ.

ફ્રી વાઈ-ફાઈનો ઉપયોગ કરવાનું બધાને ગમે છે. પણ એમ કરવું નુકશાનકારક સાબિત થઇ શકે છે. કેમ કે હેકર્સ યુઝર્સની આ ભૂલનો ફાયદો ઉઠાવીને તેને પોતાનો શિકાર બનાવી લે છે. એવામાં એ પ્રશ્ન ઉઠે છે કે, ફ્રી વાઈ-ફાઈનો ઉપયોગ કરતા સમયે હેકર્સથી કઈ રીતે બચવું? તમારા આ સવાલનો જવાબ તમને અહીં મળી જશે. અમે તમને એવી રીત જણાવીશું જેનાથી તમે ફ્રી વાઇફાઇનો ઉપયોગ કરી શકશો અને હેકર્સ તમારા સુધી નહીં પહોંચી શકે.

ફ્રી વાઈ-ફાઈનો ઉપયોગ કરતા પહેલા મોબાઈલ સેટિંગમાં જાવ.

હવે વાઈ-ફાઈ ઉપર ક્લિક કરો.

ત્યાર પછી નીચે સ્ક્રોલ કરીને એડવાન્સ (Advance) સેટિંગમાં જાવ.

અહિયાં તમને સ્કેનિંગ ઓલવેઝ અવેલેબલનું ઓપ્શન મળશે. જાણકારી માટે જણાવી દઈએ કે, આ ફીચર જુદા જુદા ડીવાઈસમાં અલગ અલગ નામથી હોય છે.

આ ફીચરને એક્ટીવેટ કરી દો.

જો ફ્રી વાઈ-ફાઈ નેટવર્કમાં કોઈ તકલીફ આવશે, તો આ ફીચર સ્કેન કરીને તમને નોટિફિકેશન આપશે.

આ રીતે તમે હેકર્સથી બચી જશો.

સેફટી ટીપ્સ :

પબ્લિક અને ફ્રી વાઈ-ફાઈનો ઉપયોગ કરવાથી બચો. પ્રયત્ન કરો કે પબ્લિક અને ફ્રી વાઈ-ફાઈનો ઉપયોગ ન કરો. કેમ કે હેકર્સ આ નેટવર્ક દ્વારા લોકોને તેમનો શિકાર બનાવીને અંગત ડેટા લીક કરવાની સાથે સાથે બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે.

વીપીએનનો કરો ઉપયોગ : પોતાને સુરક્ષિત રાખવા માટે વર્ચુઅલ પ્રાઇવેટ નેટવર્ક એટલે વીપીએનનો ઉપયોગ કરી શકો છો. જો કોઈ હેકર તમારા કનેક્શન વચ્ચે પોતાને સ્થાપિત કરવાની વ્યવસ્થા કરે છે, તો અહીં ડેટા મજબૂત રીતે એન્ક્રિપ્ટ કરવામાં આવશે. અને મોટાભાગના હેકર એક સરળ લક્ષ્ય પાછળ હોય છે, એટલા માટે તે ચોરી કરવામાં આવેલી જાણકારીને લાંબી ડીક્રીપ્શન પ્રક્રિયાના માધ્યમમાં નાખવાને બદલે તેને છોડી દે છે.

તમારો ડેટા સૌથી મહત્વની વસ્તુ હોય છે. એવામાં ફ્રી વાઈ-ફાઈનો ઉપયોગ કરતા સમયે હેકર્સથી બચવા માટે જરૂરી પગલા લેવા જરૂરી છે. જો તમારો ડેટા ચોરી થયો તો તમને મોટું નુકશાન થશે એટલે મફતની વસ્તુથી સાવચેત રહો તો સારું રહેશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular