ગુગલ મેપ્સ લઈને આવી રહ્યું છે ઢાંસુ ફીચર, હવે ટ્રાવેલ કરતા પહેલા જ ખબર પડી જશે કે કેટલો ટોલ ટેક્સ આપવો પડશે.
ગુગલ મેપ્સ (Google Maps) પોતાના યુઝર્સની સુવિધાને જોતા એક ઘણા જ શાનદાર ફીચર પર કામ કરી રહ્યો છે, જે ગ્રાહકોને પોતાની ટ્રીપને ઉત્તમ રીતે પ્લાન કરવામાં મદદ કરશે. રિપોર્ટ્સ અનુસાર, ગુગલ મેપ્સ એપ હવે તમને જણાવશે કે કયા રસ્તા પર ટોલ ગેટ છે અને યુઝર્સે ટોલ ટેક્સ માટે ક્યારે કેટલા પૈસા આપવા પડશે. હવે તેનાથી યુઝર્સને એ પસંદ કરવામાં મદદ મળશે કે તમે ટોલ ગેટ વાળા રસ્તા પર જવા માંગો છો કે નહિ.
આ ફીચર હાલ શરૂઆતી ચરણમાં છે અને આ શાનદાર ફીચર અત્યારે દરેક દેશોમાં ઉપલબ્ધ થશે કે નહિ તેના વિષે અત્યારે કાંઈ પણ કહેવું મુશ્કેલ હશે.
આવનારું ગુગલ મેપ્સ ફીચર યુઝર્સ માટે ઘણું ફાયદાકારક હોઈ શકે છે. હંમેશા જયારે તમે કોઈ યાત્રા પર જાવ છો, તો રસ્તામાં ઘણા બધા ટોલ પ્લાઝા જોઈને તમે ચકિત થઈ જાવ છો. એવામાં ગુગલ મેપ્સ હવે તમને પહેલા જ એ વિષયમાં જણાવી દેશે કે, તમારી યાત્રા દરમિયાન કુલ કેટલા ટોલ પ્લાઝા આવશે અને કેટલો ખર્ચ થશે. એવામાં હવે યુઝર્સ સરળતાથી નક્કી કરી શકશે કે તમે ટોલ પ્લાઝા પરથી જવા માંગો છો કે પૈસા બચાવવા માટે કોઈ બીજો રસ્તો પસંદ કરશો. જોકે ગૂગલે પોતાના આગામી ફીચર વિષે અત્યાર સુધી કોઈ સત્તાવાર જાણકારી ઉપલબ્ધ નથી કરાવી.
આ એક એવું ફીચર છે જેને ગુગલ મેપ્સ વાળા Waze એપ પાસેથી લઇ રહ્યા છે. કંપનીએ વર્ષ 2013 માં તેને સત્તાવાર કરી હતી. વેઝ એપ તમને ટોલ પ્લાઝાની જાણકારી ઉપલબ્ધ કરાવે છે. વેઝ મેપિંગ ફીચર હાલમાં ફક્ત ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીલી, કોલંબિયા, ડોમેનિકન ગણરાજ્ય, ઇઝરાયલ, લાતવિયા, ન્યુઝીલેન્ડ, પેરુ, પોલેન્ડ, પ્યુર્ટો રિકો, સ્લોવેનિયા, સ્પેન, ઉરુગ્વે અને અમેરિકામાં ઉપલબ્ધ છે.
આ માહિતી ન્યુઝ 24 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.