ગુરુવાર, જૂન 8, 2023
Homeટેકનોલોજીલોન્ચ થઈ ગયા નવા આઈફોન 13, જાણો તેમાં શું નવું લાવ્યા અને...

લોન્ચ થઈ ગયા નવા આઈફોન 13, જાણો તેમાં શું નવું લાવ્યા અને તેની કિંમત શરીરના કયા અંગ જેટલી છે?


એપલ iPhone 13 લોન્ચ, જાણો શું છે નવા આઈફોનની કિંમત? અહીં જાણો તેના ફીચર.

એપલના સીઈઓ ટિમ કૂકે આઈફોન 13 ની સાથે સાથે એપલ આઇપેડ મીની અને એપલ વોચ 7 પણ લોન્ચ કરી છે. નવા આઈફોનનો કેમેરો પહેલા કરતા ઉત્તમ છે અને બેટરી લાઈફ પણ વધારવાની વાત કહેવામાં આવી છે.

આઈફોનનો ક્રેઝ અલગ જ છે, આથી લાંબા સમયથી આઈફોન લવર તેની રાહ જોઈ રહ્યા છે. સાથે જ જુના આઈફોનથી તે કેટલો અલગ છે? તેની કિંમત શું છે? તેને લઈને પણ બધાના મનમાં સવાલ છે. આઈફોન 13 સાથે આઈફોન 13 મીની, આઈફોન 13 પ્રો અને આઈફોન 13 પ્રો મેક્સ બજારમાં ઉતારવામાં આવ્યો છે. આઈફોન 13 પ્રો અને આઈફોન 13 પ્રો મેક્સમાં ઉત્તમ અલ્ટ્રા વાઈડ કેમેરા છે.

આઈફોન 13 માં 6.1 ઇંચ અને 13 મીનીના 5.4 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. તે વધારે એડવાન્સ ડિસ્પ્લે છે. તે જુના મોડલની સરખામણીમાં 38 ટકા વધારે બ્રાઇટ છે. આઈફોનમાં એપલે કસ્ટમ ઓએલઈડી સ્ક્રીન આપી છે, જે પાવર સેવિંગનું પણ કામ કરે છે. તેમાં સિકર ફોર પ્રોસેસર છે. તે જુના મોડલની સરખામણીમાં 50 ટકા ઝડપી છે. ભારતમાં તેના આવવા માટે વધારે રાહ નહિ જોવી પડે. તે લોન્ચની સાથે ભારતમાં પણ ઉપલબ્ધ થઈ જશે.

આ ફોન IP68 રેટિંગ અને એડવાન્સ 5G એક્સપિરિયન્સ સાથે આવશે. તેમાં મેક્રો ફોટોગ્રાફીનું પણ ફીચર છે. તેની એડવાન્સ ચિપ ગેમિંગ માટે ઉત્તમ છે, એટલે ગેમ પ્રેમીઓને સારો અનુભવ મળશે. તેના નાઈટ મોડને વધુ એડવાન્સ કરવામાં આવ્યું છે.

હવે જાણો શું છે તેની કિંમત :

આઈફોન 13 Mini : 69,900 રૂપિયાથી શરૂ.

આઈફોન 13 : 79,900 રૂપિયાથી શરૂ.

આઈફોન 13 Pro : 1,19,900 રૂપિયાથી શરૂ.

આઈફોન 13 Pro Max : 1,29,900 રૂપિયાથી શરૂ.

એપ્પલ વોચ સિરીઝ 7 ની પણ જાહેરાત કરવામાં આવી છે, પણ ભારતમાં તેની કિંમતનો ખુલાસો નથી કરવામાં આવ્યો.

કેટલા વેરિયંટમાં ઉપલબ્ધ થશે : આઈફોન 13 અને આઈફોન 13 મીની ત્રણ સ્ટોરેજ વેરિયંટમાં છે. આઈફોન 13 મીની 128 GB ની કિંમત ભારતમાં 69,900 રૂપિયા, 256 GB ની કિંમત 79,900 રૂપિયા અને 512 GB ની કિંમત 99,900 રૂપિયા હશે. આઈફોન 13 ના ઉપર જણાવેલા ત્રણેય સ્ટોરેજ મોડલની કિંમત ક્રમશ: 79,900 રૂપિયા, 89,900 રૂપિયા અને 99,900 રૂપિયા હશે.

આઈફોન 13 પ્રો અને આઈફોન 13 પ્રો મેક્સ 1 TB સુધીના સ્ટોરેજ સાથે ઉપલબ્ધ હશે. આઈફોન 13 પ્રો ના 128 GB સ્ટોરેજ વેરિયંટની કિંમત 1,19,900 રૂપિયા, 256 GB સ્ટોરેજ વેરિયંટની કિંમત 1,29,900 રૂપિયા, 512 GB સ્ટોરેજ વેરિયંટની કિંમત 1,49,900 રૂપિયા, અને 1 TB સ્ટોરેજ વેરિયંટની કિંમત 1,69,900 રૂપિયા છે. આઈફોન 13 પ્રો મેક્સના દરેક મોડલની કિંમત ક્રમશ: 1,29,900 રૂપિયા, 1,39,900 રૂપિયા, 1,59,900 રૂપિયા અને 1,79,900 રૂપિયા છે.

કયા રંગોનો છે વિકલ્પ? તે 5 નવા રંગોમાં ઉપલબ્ધ હશે – પિન્ક, બ્લુ, મિડનાઇટ, સ્ટારલાઈટ અને (પ્રોડકટ) રેડ. પ્રો મોડલ્સ 4 નવા રંગ – ગ્રેફાઇટ, ગોલ્ડ, સિલ્વર અને સિએરા બ્લુમાં હશે. આઈફોન 13 અને આઈફોન 13 મીનીમાં 4 કોર જીપીયુ સાથે A15 બાયોનિક ચિપ છે. જયારે આઈફોન 13 પ્રો અને આઈફોન 13 પ્રો મેક્સમાં 5 કોર જીપીયુ છે.

આ માહિતી પ્રભાત ખબર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular