આ ભારેભરખમ બિલાડીને જે પણ જુવે છે, બસ જોતા જ રહી જાય છે, જાણો તેની ખાસિયત.
જાપાનના ટોક્યોમાં એક બહુમાળી બિલ્ડીંગના એક ફ્લોરની બાલ્કનીમાં દેખાતી એક ભીમકાય બિલાડી બધાના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. તેના વિષે વાંચીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. હકીકતમાં તે બિલાડી સાચી નથી પણ એક બીલબોર્ડ ઉપર 3D ટેકનીકથી સ્ક્રીન ઉપર બનેલી આભાસી બિલાડી છે. તેને તમે 3D Cat કહી શકો છો. તે બાલ્કની ઉપર આમ તેમ ફરતી જોવા મળે છે. તે વચ્ચે વચ્ચે થાકીને સુઈ પણ જાય છે. સાથે જ તે સાચી બિલાડીની જેમ મ્યાઉનો અવાજ પણ કાઢતી રહે છે. 1,664 ચોરસ ફૂટની આ એલઈડી સ્ક્રીન શીન્જુકુ જીલ્લામાં આવેલી છે.
4K રેઝોલ્યુશન વાળી આ ડિસ્પ્લેમાં દિવસે જેવો સમય હોય છે, બિલાડી એવું જ વર્તન કરતી દેખાય છે. સવારે 7 વાગ્યાથી મોડી રાત્રે 1 વાગ્યા સુધી આ ડિસ્પ્લે એક્ટીવ રહે છે. સવારે જોવા વાળાને લાગે છે કે બિલાડી હમણાં જ જાગી છે. બપોરે તે સ્ક્રીન ઉપર ફરતી દેખાય છે. મોડી સાંજે સુતી વખતે તે આડી પડીને સુઈ જાય છે. એક વખતમાં તે 10 સેકંડ માટે પોપ આઉટ કરે છે. આ 3D બિલાડીને સોમવારના રોજ 12 જુલાઈએ લોંચ કરવામાં આવી છે. પણ બીલબોર્ડનું ટેસ્ટીંગ તેના થોડા દિવસો પહેલા જ શરુ થઇ ગયું હતું.
આ બીલબોર્ડ બનાવવા વાળી કંપનીઓ માંથી એક ક્રોસ સ્પેસ યુટ્યુબ ઉપર તેનું લાઈવ સ્ટ્રીમિંગ કરી રહી છે. આ બીલબોર્ડ શીન્જુકુ સબવે ટ્રેન સ્ટેશન પાસે આવેલું છે. અહિયાં અઠવાડિયાના કામના દિવસોમાં દરરોજ લગભગ 1,90,000 લોકો સ્ક્રીન સામેથી પસાર થાય છે. ડિસ્પ્લે માટે ક્રોસ શીન્જુકુ વિઝનના નામથી એક વેબસાઈટ પણ લોંચ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા યુઝર્સને પણ આ બિલાડી ઘણી પસંદ આવી રહી છે. બધા તેને ઘણી ક્યુટ ગણાવી રહ્યા છે. આ બિલાડી કોઈ પણ પ્રોડક્ટને પ્રમોટ નથી કરી રહી. તે બસ રોડ પર આવતા જતા લોકોને ખુશ કરવા માટે છે. આયોજકોનું કહેવું છે કે, કો-વી-ડ 19 એ ઘણા અંધકાર વાળા દિવસો દેખાડ્યા છે. જાપાન હવે થોડું અજવાળું કરવા માંગે છે.
今日の15時半ごろに現地で撮られた映像です。雑踏が思いのほかうるさいので、声の大きさは調整しなきゃ。再生時、音量注意です!⚠️ pic.twitter.com/8OsmcyyVOo
— 新宿東口の猫 (@cross_s_vision) July 5, 2021
આ બિલાડીને હજુ કોઈ નામ નથી આપવામાં આવ્યું. ઘણા લોકો તેને શીન્જુકુ ઇસ્ટ એગ્જીટ કેટના નામથી બોલાવી રહ્યા છે. એવું એટલા માટે કેમ કે તે શીન્જુકુ સબવે સ્ટેશનની નજીક છે.
જણાવી દઈએ કે, દુનિયાની સૌથી મોટી રમત સ્પર્ધા એટલે કે ઓલમ્પિક ગેમ્સ 23 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી ટોક્યોમાં યોજાવા જઇ રહી છે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.