માત્ર 1.50 રૂપિયાના ખર્ચે 50 કિલોમીટર સુધી જાય છે આ ઇલેક્ટ્રિક સાઇકલ, જાણો તેમાં બીજું શું છે ખાસ છે?
તમિલનાડુના મદુરૈમાં રહેતા એક કોલેજના વિદ્યાર્થી ધનુષ કુમારે સોલર એનર્જીથી ચાલતી ઇલેક્ટ્રિક સાઇકલ તૈયાર કરી છે. તેમનું કહેવું છે કે આ સાઇકલથી ઘણા ઓછા ખર્ચમાં લાંબા અંતરનો પ્રવાસ કરી શકાશે. ધનુષે આ સાઇકલ એવા સમયમાં ડીઝાઈન કરી છે જયારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોએ લોકોનું બજેટ બગાડી દીધું છે.
1.50 રૂપિયાના ખર્ચમાં 50 કી.મી. સુધી દોડશે :
ધનુષે આ સાઇકલના કેરિયર ઉપર એક બેટરી ફિક્સ કરી છે. અને સામેની તરફ સોલર પેનલ લગાવવામાં આવી છે. સોલર પેનલની મદદથી આ સાઇકલને 50 કી.મી. સુધી ચલાવી શકાય છે. જો ચાર્જીંગ ડાઉન થઇ જાય છે ત્યારે પણ સાઇકલ 20 કી.મી. સુધી ચલાવી શકાશે. ધનુષનું કહેવું છે કે, સાઇકલ આશરે 1.50 રૂપિયા ખર્ચમાં 50 કી.મી. સુધી ચાલે છે.
સોલાર પાવર વાળી આ સાઇકલમાં બીજું ખાસ શું છે?
આ સાઇકલમાં 24 વોલ્ટ અને 26 એમ્પીયર કેપેસીટીની બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 350 W બ્રુશ મોટર અને સ્પીડને વધુ ઓછી કરવા માટે હેન્ડલબારમાં એક્સીલેટર લગાવ્યું છે. બેટરીને ચાર્જ કરવાનો ખર્ચ પેટ્રોલની સરખામણીમાં ઘણો ઓછો છે.
સાઇકલની ટોપ સ્પીડ 30 થી 40 કી.મી. પ્રતિ કલાક છે. સાઇકલના ફ્રંટમાં એલઈડી લાઈટ પણ લગાવી છે, જે અંધારામાં રાઈડીંગને સરળ બનાવશે. બેટરી અને સોલર પેનલને છોકરા અને છોકરીઓના હિસાબે બે અલગ અલગ સાઇકલમાં લગાવવામાં આવે છે.
કિંમત વિષે જાણકારી નથી આપી :
ધનુષ્ય જણાવે છે કે, સાઇકલને સંપૂર્ણ રીતે તેમના દ્વારા બનાવવામાં આવી છે. મદુરૈ જેવા શહેરો માટે તે બેસ્ટ છે. તેમણે આ સાઇકલની કિંમતને લઈને કોઈ જાણકારી શેર નથી કરી. આ સાઇકલને જો સારી રીતે ડિઝાઇન કરવામાં આવે, તો તેની સુંદરતા ઘણી વધી જશે. હાલમાં મોટી બેટરીને કારણે સાઇકલ ઓલ્ડ ફેશન જેવી લાગે છે.
આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.