સોમવાર, મે 29, 2023
Homeટેકનોલોજી14 વિદ્યાર્થીઓએ પોકેટમની માંથી તૈયાર કરી ઈ-સાયકલ, એક વખત ચાર્જ કર્યા પછી...

14 વિદ્યાર્થીઓએ પોકેટમની માંથી તૈયાર કરી ઈ-સાયકલ, એક વખત ચાર્જ કર્યા પછી ચાલશે આટલા કી.મી.


કોલેજના વિદ્યાર્થીઓએ પેટ્રોલના ભાવથી રાહત મેળવવા પોકેટમની માંથી બનાવી ઇલેક્ટ્રિક સાયકલ, 50 પૈસાથી ઓછામાં 1 કિમિ ચાલશે.

રાજસ્થાનના બાડમેર જીલ્લાની પોલીટેકનીક કોલેજના છેલ્લા વર્ષમાં ભણતા 14 વિદ્યાર્થીઓએ માત્ર 8 દિવસમાં તેમની પોકેટમની માંથી એક ઈ-સાયકલ બનાવી છે. આ સાયકલ બનાવવાનો ખર્ચ 12 હજાર રૂપિયા આવ્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, તેને ચલાવવાનો ખર્ચ 20 પૈસા પ્રતિ કી.મી. આવશે.

હાલના દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને સ્પર્શી રહ્યા છે, તેથી આ સાયકલ આખા બાડમેરમાં ચર્ચાનો વિષય બની છે. એક વખત ચાર્જ કરવાથી આ સાયકલ 25 કી.મી. ચાલશે. તેમાં 12 વોટની બે બેટરી ઉપરાંત એક સ્પીડ કંટ્રોલર પણ લગાવેલું છે.

આ ઈ-સાયકલની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં 12 વોટની બે લેડ એસીડ બેટરી લાગેલી છે. બેટરી ડિસ્ચાર્જ થઇ જાય એટલે પેડલ મારીને પણ સરળતાથી ચલાવી શકાય છે. રીસર્ચ દરમિયાન એક ઈ-સાયકલમાં 15 હજાર રૂપિયા ખર્ચ થવાનું અનુમાન હતું. પણ જયારે આ સાયકલ બનાવવાનું કામ શરુ કરવામાં આવ્યું, તો 12 હજાર રૂપિયામાં તે બનીને તૈયાર થઇ ગઈ. એક વખત ચાર્જ કરવાથી તે 25 કી.મી. સુધી સરળતાથી લઇ જઈ શકાશે.

સાયકલની સીટ નીચે એક કંટ્રોલર લગાવેલુ છે. જે સ્પીડને વધારવા ઘટાડવાની સાથે સ્પીડને કંટ્રોલ કરશે. બેટરી ચાર્જ કરવા માટે 7 કલાકનો સમય લાગશે. બે 12 વોટની બેટરી ઉપરાંત 250 વોટની મોટર લાગેલી છે. કોલેજમાં તેની ટ્રાયલ ઘણી સફળ રહી. બધા વિદ્યાર્થી તેમની આ સફળતાથી ઘણા ખુશ છે.

આ સાયકલ બનાવવામાં ઇલેક્ટ્રિક એચઓડી અમૃતલાલ જાંગીડનો પણ સહયોગ રહ્યો છે. તેમણે જણાવ્યું કે તે સાયકલ ઇકો ફ્રેન્ડલી છે. તેને કોઈ પણ વ્યક્તિ ઘણી સરળતાથી ચલાવી શકે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular