ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરના સીઈઓએ આપ્યા સારા સમાચાર, આ તારીખે લોન્ચ કરશે ચકિત કરી દેનારી રેન્જ વાળું ઇલેક્ટ્રિક વાહન.
જો તમે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરની રાહ જોઈ રહ્યા છો તો હવે તમારે વધારે રાહ નહિ જોવી પડે. હાલમાં ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરના સીઈઓ ભાવેશ અગ્રવાલે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, 15 ઓગસ્ટે સ્કૂટરની લોન્ચિંગ ઇવેન્ટ રાખવામાં આવશે. ત્યારે તેના દરેક સ્પેસિફિકેશન અને ડીટેલ પણ શેર કરવામાં આવશે. આ પહેલા તેમણે તે દરેક ગ્રાહકોનો આભાર માન્યો જેમણે આ સ્કૂટરનું બુકીંગ કર્યું છે.
ઓલા ઈ-સ્કૂટર 10 કલર ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવશે. તેમાં બ્લેક, વ્હાઇટ, ગ્રે, યલો, રેડ, બ્લુ અને તેના શેડ્સ શામેલ છે. કંપનીએ 499 રૂપિયામાં તેનું પ્રીબુકીંગ શરુ કરી દીધું હતું, જે રિફંડેબલ એમાઉન્ટ પણ છે. કંપનીને બુકીંગના શરૂઆતી 24 કલાકમાં 1 લાખથી વધારે બુકીંગ મળ્યું હતું.
ઓલ ઈ-સ્કૂટરની કિંમત : કંપનીએ અત્યાર સુધી આની કિંમતનો ખુલાસો નથી કર્યો, પણ અમુક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તેની કિંમત 85,000 રૂપિયા હોઈ શકે છે. અત્યારે એ સ્પષ્ટ નથી કે આ કિંમત સબસીડી સાથે હશે કે આ કિંમત પર સબસીડી મળશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેમાં જે બેટરી અને મોટર ઉપયોગમાં લેવામાં આવી રહી છે તેની કિંમત 85 હજાર રૂપિયા સુધી હોય છે.
ઓલા ઈ-સ્કૂટરના ફીચર્સ અને સ્પેસિફિકેશન :
સિંગલ ચાર્જ પર 150 km ની રેંજ : આ ઇલેક્ટ્રિક સ્કૂટર સિંગલ ચાર્જમાં 150 કિલોમીટર સુધી જઈ શકે છે. તેની ટોપ સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાક હશે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર હોમ ચાર્જર સાથે આવશે. કસ્ટમર આ સ્કુટરને રેગ્યુલર વોલ સોકેટથી ચાર્જ કરી શકશે.
બુટ સ્પેસમાં બે હેલ્મેટ : તેમાં મોટી બુટ સ્પેસ પણ મળશે. વિડીયો ટીઝરમાં બુટ સ્પેસમાં બે હેલ્મેટ રાખેલા દેખાડવામાં આવ્યા છે. સામાન્ય રીતે સ્કુટરની બુટ સ્પેસમાં એક જ હેલ્મેટ આવી શકે છે.
18 મિનિટમાં 50 % ચાર્જ : તે ફાસ્ટ ચાર્જરથી 18 મિનિટમાં 50 % ચાર્જ થઈ જશે. તેમાં 75 કિલોમીટરની રેંજ મળશે. તેની સાથે આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં સ્માર્ટફોન કનેક્ટિવિટીની સુવિધા પણ મળશે.
કંપની 400 શહેરોમાં બનાવશે ચાર્જિંગ પોઇન્ટ : કંપનીએ ભારતમાં ઓલ ઇલેક્ટ્રિક સ્કૂટર માટે 400 શહેરોમાં 100,000 થી વધારે લોકેશન અથવા ટચપોઇન્ટસ પર હાઇપરચાર્જર (Hypercharger) લગાવવાની જાહેરાત કરી છે. તેમાં ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરના ગ્રાહકોને ચાર્જિંગની અસુવિધા નહિ થાય. કયા શહેરમાં ચાર્જિંગ પોઇન્ટ છે એ વાતની જાણકારી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર મળશે.
આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.