સોમવાર, જૂન 5, 2023
HomeટેકનોલોજીBSNL ગ્રાહકને મોટી ભેટ, ફ્રી માં મળી રહી છે 4499 રૂપિયાની ગીફ્ટ,...

BSNL ગ્રાહકને મોટી ભેટ, ફ્રી માં મળી રહી છે 4499 રૂપિયાની ગીફ્ટ, જાણો તમે કેવી રીતે લેવો ઓફરનો લાભ.

પોતાના ગ્રાહકોને 4499 રૂપિયાની આ વસ્તુ ગીફ્ટમાં આપી રહી છે BSNL, કરવું પડશે આ એક કામ.

જો તમે સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલ (BSNL) ના ગ્રાહક છો તો તમારી પાસે 4499 રૂપિયાની ભેટ પ્રાપ્ત કરવાની તક છે. પણ તમને જણાવી દઈએ કે કંપનીની આ ઓફરનો ફાયદો બીએસએનએલના પોસ્ટપેડ, લેંડલાઈન, બ્રોડબ્રેંડ, એફટીટીએચ અને એયરફાઈબર યુઝ કરવા વાળા ગ્રાહક જ ઉઠાવી શકે છે. બીએસએનએલ તમામ 20 સર્કલોમાં પોતાના ગ્રાહકોને Google Nest Mini સ્માર્ટ ડિવાઈઝ ભેટ આપી રહી છે. આવો તમને જણાવીએ કે કઈ છે તે ઓફર અને કેવી રીતે આ ગીફ્ટ પ્રાપ્ત કરી શકો છો.

બીએસએનએલની ઓફર સાથે જોડાયેલી તમામ વિગત : ખાસ કરીને બીએસએનએલ ઓનલાઈન પોર્ટલથી પોતાના બીલની ચુકવણી કરવા વાળા ગ્રાહકોને ગુગલ નેસ્ટ મીની ડિવાઈસ મેળવવાની તક આપી રહી છે. આ ઓફર એક લકી ડ્રો ઉપર આધારિત રહેશે. જેનો અર્થ છે કે રેંડમલી 10 ગ્રાહકોની પસંદગી કરવામાં આવશે જેને Google Nest Mini ડિવાઈઝ મળશે.

બીએસએનએલએ થોડા અઠવાડિયા પહેલા તેમના બ્રોડબેંડ ગ્રાહકો માટે ઓનલાઈન ચુકવણી પોર્ટલ લોન્ચ કર્યું હતું. એટલા માટે હવે ગ્રાહકોનું ઓનલાઈન ચુકવણી ઉપર ફોકસ વધારવા માટે બીએસએનએલએ આ ઓફર લોન્ચ કરી છે.

Google Home Mini મેળવવા માટે બીએસએનએલએ બનાવી છે આ શરતો : બીએસએનએલના ગ્રાહકો જો આ ઓફરમાં રસ ધરાવે છે, તેમણે ધ્યાન રાખવું જોઈએ કે Google Nest Mini લકી ડ્રો ઓફર માત્ર ઓગસ્ટ મહિના માટે ઉપલબ્ધ છે. તેની સાથે જ ઓફરનો ફાયદો ઉઠાવવા માટે તમારે તમારા બીલનું એડવાન્સ પેમેંટ કરવાનું રહેશે. જો તમે બીલ ભરવાની તારીખ પછી બીલની ચુકવણી કરો છો, તો તમે Google Nest Mini ઓફર માટે પાત્ર નહિ રહો.

એ પણ ધ્યાન આપવું જરૂરી છે કે, બજારમાં ગુગલ નેસ્ટ મીની ડિવાઈસની કિંમત 4499 રૂપિયા છે. તે ઉપરાંત બીએસએનએલએ કેટલીક બીજી યોજનાઓ પણ રજુ કરી રહી છે જે ગુગલ નેસ્ટ મીની અને ગુગલ નેસ્ટ હબ ગ્રાહકોને સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવે છે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular