બેંક ગયા વગર એસબીઆઈના ગ્રાહકો આ 6 પદ્ધતિથી જાણો પોતાના એકાઉન્ટ્સ વિષે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દેશની સૌથી મોટી બેંક છે. તેના ગ્રાહકોની સંખ્યા કરોડોમાં છે. અને દેશમાં બેંકિંગ સેવાઓનું ઝડપથી ડીજીટલાઈઝેશન થઇ રહ્યું છે. સ્ટેટ બેંક તેમને ઘરે બેઠા ખાતાની જાણકારી મેળવવા માટે ઘણી સુવિધાઓ આપે છે. આવો જાણીએ કે કો-રો-નાના આ સમયમાં તમે કેવી રીતે બેંક ગયા વગર આ 6 પદ્ધતિથી તમારા ખાતાનું બેલેન્સ જાણી શકો છો.
સ્ટેટ બેંકના ગ્રાહકો માટે બેલેન્સ ચેક કરવાની સૌથી પહેલી રીત છે મિસ્ડ કોલની રીત. સ્ટેટ બેંકના ગ્રાહકો 9223766666 ઉપર મિસ્ડ કોલ કરીને પોતાના ખાતાનું બલેન્સ જાણી શકે છે.
ખાતામાં બેલેન્સ જાણવાની બીજી રીત એસએમ એસની છે. તમે BAL લખીને 09223766666 ઉપર મેસેજ મોકલી શકો છો. તમારા ખાતાના બેલેન્સની જાણકારી મળી જશે.
તે ઉપરાંત તમે નેટ બેન્કિંગથી પણ તમારા ખાતાની જાણકારી મેળવી શકો છો. તમે નેટબેંકિંગ ખોલીને ખાતામાં કેટલા રૂપિયા છે અને છેલ્લું ટ્રાંઝેક્શન ક્યાં અને કેટલા રૂપિયાનું થયું, તે પણ જાણી શકો છો.
સ્ટેટ બેંકની પોતાની એપ પણ છે જેનું નામ છે YONO. આ એપને મોબાઈલમાં ડાઉનલોડ કરીને, તમે ખાતા સાથે જોડાયેલી તમામ નાની મોટી જાણકારીઓ સરળતાથી મેળવી શકો છો. આ એપ એક બે નહિ પણ ઘણી સુવિધાઓ આપે છે.
જો તમે ઈંટરનેટ કે મોબાઈલથી બેલેન્સ નથી જાણવા માંગતા તો એટીએમ જઈને પણ ડેબીટ કાર્ડ દ્વારા તમારું બેલેન્સ જાણી શકો છો.
એસબીઆઈ બેંકનો પોતાના ગ્રાહકોની સુવિધા માટે ટોલ ફ્રી નંબર પણ છે. 1800112211, 18004253800 આ બે ટોલ ફ્રી નંબર ઉપર તમે કોલ કરીને તમારા ખાતાનું બેલેન્સ ચેક કરી શકો છો.
આ તમામ પદ્ધતિ પછી આવે છે પારંપરિક રીતો જે વર્ષોથી ચાલતી આવે છે. તમે બેંક જઈને પાસબુક અપડેટ કરાવી શકો છો.
આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.