સોમવાર, જૂન 5, 2023
Homeટેકનોલોજીઈસરોએ જે સેટેલાઈટ લોંચ કર્યું હતું તે સીમા પર બાજ જેવી નજર...

ઈસરોએ જે સેટેલાઈટ લોંચ કર્યું હતું તે સીમા પર બાજ જેવી નજર રાખી શકતું હતું, પણ થયું એવું કે…

ઈસરોએ 10 સેકંડમાં મોટી કિંમત ચૂકવી, જાણો દેશને કેટલો મોટો ઝટકો લાગ્યો?

ઈસરોએ 12 ઓગસ્ટ 2021 ની સવારે 5:43 વાગ્યે GSLV-F10 રોકેટથી EOS-3 (Earth Observation Satellite-3) નું લોન્ચિંગ તો સફળતાપૂર્વક કર્યું પણ રોકેટમાં ત્રીજા સ્ટેજ એટલે ક્રાયોજેનિક એન્જીનના અપર સ્ટેજમાં ટેકનીકલી ખામી આવવાને કારણે તેનો સંપર્ક તૂટી ગયો. સેટેલાઈટ અને તેની સાથે ક્રાયોજેનિક એન્જીન અવકાશમાં તેની ચોક્કસ કક્ષામાં પહોંચતા પહેલા જ અદ્રશ્ય થઇ ગયું. ઈસરોએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે મિશન જે હિસાબે પૂરું થવું જોઈતું હતું, તે ન થઇ શક્યું. આવો જાણીએ કે ખરેખર ધરતીથી સહી સલામત નીકળેલા અવકાશ યાનને અવકાશમાં શું અને ક્યારે થયું?

સવારે 5:43 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ પરથી GSLV-F10 રોકેટ સારી રીતે ઉડ્યું. બે મિનીટ સુધી ઉડ્યા પછી પહેલા સ્ટેજ એટલે રોકેટના સૌથી નેચના ભાગમાં લાગેલા સ્ટ્રેપઓન બુસ્ટર્સ 2 મિનીટ 29 સેકંડ પછી અલગ થઇ ગયા. ત્યાર પછી પહેલો સ્ટેજ રોકેટને ઝડપથી અવકાશ તરફ લઇને ઝડપથી ઉપર જઈ રહ્યો હતો. તે સમયે ગતિ હતી 2688 મીટર પ્રતિ સેકંડ એટલે 9679 કી.મી. પ્રતિ કલાક. લોન્ચના લગભગ 2 મિનીટ 31 સેકંડ પછી રોકેટનું પહેલું સ્ટેજ એટલે જીએસ-1 (GS-1) યાનથી અલગ થઇ ગયું. બીજો સ્ટેજ તેના પહેલા સ્ટેજના અલગ થવાના એક સેકડ પહેલા શરુ થઇ ગયો હતો.

બીજો સ્ટેજ એટલે જીએસ-2 (GS-2) સાથે EOS-3 સેટેલાઈટ 3813 મીટર પ્રતિ સેકંડ એટલે 12,729 કી.મી. પ્રતિ કલાકની ઝડપથી તેના ચોક્કસ સ્થાન તરફ જઈ રહ્યું હતું. તે સમયે સેટેલાઈટની ઉપર લાગેલા હીટશિલ્ડ એટલે રોકેટના સૌથી ઉપરના ભાગનું કવર દુર થઇ ગયું.

લોન્ચના લગભગ 4 મિનીટ 51 સેકંડ પછી બીજો સ્ટેજ બંધ થયો. તેના 4 સેકંડ પછી બીજો સ્ટેજ રોકેટને છોડીને અલગ થઇ ગયો. ત્યાં સુધી બધું બરોબર ચાલી રહ્યું હતું. તે સમયે રોકેટની ગતિ 5206 મીટર પ્રતિ સેકંડ એટલે 18,741 કી.મી. પ્રતિ કલાક હતી. શ્રીહરીકોટામાં આવેલા મિશન કંટ્રોલ સેન્ટરમાં વૈજ્ઞાનિક આનંદ વ્યક્ત કરી રહ્યા હતા. બધા વૈજ્ઞાનિક પોત પોતાના કમ્પ્યુટર ઉપર નજર રાખી રહ્યા હતા કે જ્યાં સુધી સેટેલાઈટ તેના લક્ષ્ય સુધી ન પહોચી જાય ત્યાં સુધી તે ડેટા ઉપર ધ્યાન રાખતા રહેશે.

લોન્ચના લગભગ 4 મિનીટ 56 સેકંડ પછી ત્રીજો સ્ટેજ એટલે જીએસ-3 (GS-3) જેને ક્રાયોજેનિક એન્જીન કહે છે. તેણે પોતાની શરુઆત કરી દીધી. પણ અચાનક મિશન કંટ્રોલ સેંટર સાથે તેનો સંપર્ક તૂટી ગયો. સેન્ટરમાં શાંતિ પ્રસરી ગઈ. છતાં પણ ટેલોમેટ્રી સ્ક્રીન ઉપર ગ્રાફમાં ડેટા વચ્ચે વચ્ચે આવી રહ્યા હતા. વૈજ્ઞાનિક વિચારી રહ્યા હતા કે તે બરોબર થઇ શકે છે.

રોકેટના લોન્ચના લગભગ 18 મિનીટ 24 સેકંડ ઉપર ક્રાયોજેનિક એન્જીન બંધ થયું હતું. તેની પાંચ સેકંડ એટલે 18 મિનીટ 29 સેકંડ ઉપર ક્રાયોજેનિક એન્જીનને બર્ન આઉટ કરવાનું હતું, જે ન થયું. પછી 18:39 સેકંડ ઉપર EOS-3 થી અલગ થઇને દુર થઇ જવાનું હતું. તે પણ ન થયું. એટલે 18 મિનીટ 29 સેકંડ અને બીજું મિશન પૂરું થવાના છેલ્લા સમય 18 મિનીટ 39 સેકંડ વચ્ચે એન્જીન અને સેટેલાઈટ સાથે સંપર્ક તૂટી ગયો.

ત્યાર પછી મિશન કંટ્રોલ સેન્ટરમાં વૈજ્ઞાનિકોના ચહેરા ઉપર તણાવ દેખાવા લાગ્યો. થોડી વાર સુધી વૈજ્ઞાનિકો આંકડા મળવા અને વધુ જાણકારી મળવાની રાહ જોઈ રહ્યા હતા. પછી મિશન ડાયરેક્ટરે જઈને સેન્ટરમાં બેઠેલા ઈસરોના ચીફ ડૉ. કે. સીવનને તમામ માહિતી આપી. ત્યાર પછી ઈસરોના પ્રમુખે જણાવ્યું કે ક્રાયોજેનિક એન્જીનમાં ટેકનીકલી ખામી જાણવા મળી છે. જેના કારણે જ આ મિશન સંપૂર્ણ રીતે સફળ ન થઇ શક્યું.

ત્યાર પછી ઈસરોએ જાહેરાત કરી કે મિશન આંશિક રીતે નિષ્ફળ રહ્યું છે. ત્યારે ઈસરો દ્વારા ચલાવવામાં આવી રહેલું લાઈવ પ્રસારણ બંધ કરી દેવામાં આવ્યું. જો તે મિશન સફળ થયું હોત તો લગભગ સવારે સાડા દસ વાગ્યાથી જ સેટેલાઈટે ભારતની તસ્વીરો લેવાનું શરુ કરી દીધું હોત. આ લોન્ચ સાથે ઈસરોએ પહેલી વખત ત્રણ કામ કર્યા હતા. પહેલા સવારે પોણા છ વાગ્યે સેટેલાઈટ લોન્ચ કર્યું, બીજું જીયો ઓર્બીટમાં અર્થ ઓબ્ઝરવેશન સેટેલાઈટ સ્થાપિત કરવાનું હતું. ત્રીજું ઓજાઈવ પેલોડ ફેયરીંગ એટલે મોટા ઉપગ્રહોને અવકાશમાં મોકલવા.

ઈસરોએ પહેલી વખત સવારે 5:45 વાગ્યે પોતાનું કોઈ સેટેલાઈટ લોન્ચ કર્યું હતું. તે પહેલા ક્યારે પણ આ સમયે કોઈ અર્થ ઓબ્ઝરવેશન સેટેલાઈટ છોડવામાં આવ્યું નથી. સવારે લોન્ચિંગમાં હવામાન સ્વચ્છ રહેવાનો ફાયદો તો મળ્યો પણ વચ્ચેના રસ્તામાં ક્રાયોજેનિક એન્જીને દગો આપી દીધો. બીજું સૂર્યના કિરણોમાં અવકાશમાં ઉડી રહેલા પોતાના સેટેલાઈટ ઉપર નજર રાખવામાં સરળતા રહેતે.

ઈસરોએ હજુ સુધી જીયો ઓર્બીટ એટલે ધરતીથી 36 હજાર કી.મી. દુરની સ્થૈતિક કક્ષામાં કોઈ રીમોન સેંસિંગ એટલે અર્થ ઓબ્ઝરવેશન સેટેલાઈટને સ્થાપિત કર્યું નથી. તે પહેલી વખત શક્ય થાત જયારે EOS-3 (Earth Observation Satellite-3) એટલા અંતરે ભારતની તરફ પોતાની નજર રાખીને ધ્યાન રાખતા હોત. ભારત પોતાની સુરક્ષા માટે અવકાશમાં સીસીટીવી લગાવી રહ્યું હતું.

આ સેટેલાઈટ આખો દિવસ ભારતના ફોટા લેતું રહેતે. દર અડધા કલાકમાં તે આખા દેશના ફોટા લેતું રહેતે. જેનો જરૂરિયાત મુજબ ઈસરોના વૈજ્ઞાનિક કે દેશના મંત્રાલય કે વિભાગ ઉપયોગ કરી શકતે. પહેલી વખત 4 મીટર વ્યાસ વાળા ઓજાઈવ (Ogive) આકારના સેટેલાઈટને જીએસએલવી સાથે રાખવામાં આવ્યું હતું. EOS-3 સેટેલાઈટ OPLF કેટેગરીમાં આવે છે.

આ સેટેલાઈટ કુદરતી હોનારત અને હવામાન સંબંધી રીયલ ટાઈમ જાણકારી આપે છે. તે ફોટા રીયલ ટાઈમમાં ઈસરોના કેન્દ્રોને પ્રાપ્ત થાય છ. જેનો ઉપયોગ જળીય સ્ત્રોતો, પાક, જંગલો, રોડ-બંધ, રેલ્વે નિર્માણમાં પણ કરી શકાય છે. એટલું જ નહિ આ સેટેલાઈટની શક્તિશાળી આંખો આપણી જમીનની અને જળની સીમાઓ ઉપર પણ ધ્યાન રાખી શકે છે. તેની મદદથી દુશ્મનની હલનચલનની જાણકારી પણ મળી શકતી હતી.

તે સેટેલાઈટની ખાસ વાત તેના કેમેરા હતા. તે સેટેલાઈટમાં ત્રણ કેમેરા લાગેલા હતા. પહેલો મલ્ટી સ્પેક્ટ્રલ વીઝીબલ એંડ નીયર ઈંફ્રારેડ (6 બેંડસ), બીજો હાઈપર-સ્પેક્ટ્રલ વીઝબલ એંડ નીયર-ઉંફ્રારેડ (158 બેંડસ) અને ત્રીજો હાઈપર સ્પેક્ટ્રલ શોર્ટ વેવ ઈંફ્રાંરેડ (256 બેંડસ). પહેલા કેમેરાનું રીઝોલ્યુશન 42 મીટર, બીજાનું 318 મીટર અને ત્રીજાનું 191 મીટર હતું. એટલે આ આકૃતિની વસ્તુ આ કેમેરામાં સરળતાથી લઇ શકાય.

વીઝીબલ કેમેરા એટલે દિવસમાં કામ કરવા વાળા કેમેરા જે સામાન્ય ફોટા પાડી શકે છે. તે ઉપરાંત તેમાં ઈંફ્રારેડ કેમેરો પણ લાગેલા હતા જે રાત્રે ફોટા લઇ શકે છે. એટલે ભારતની સરહદ ઉપર કોઈ પ્રકારની કામગીરી થઇ તો EOS-3 સેટેલાઈટના કેમેરાની નજરથી નહિ બચી શકે. તે કોઈ પણ ઋતુમાં ફોટા લેવા માટે સક્ષમ છે. તે ઉપરાંત આ સેટેલાઇટની મદદથી હોનારત નિવારણ, અવકાશમાં બનેલી કોઈ ઘટના ઉપર ધ્યાન રાખી શકાય છે. સાથે સાથે કૃષિ, જંગલ, મીનરેલોજી, હોનારતથી પહેલા જાણ કરવી, ક્લાઉડ પ્રોપર્ટીઝ, બરફ અને ગ્લેશીયર સહીત સમુદ્ર ઉપર ધ્યાન રાખવાનું પણ આ સેટેલાઈટનું કામ હતું.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular