હવે વોટ્સએપ પર સામેવાળાને નહિ કહેવું પડે ‘જોઈને ડીલીટ કરી દેજો’, આપમેળે જ ડીલીટ થઈ જશે ફોટા અને વિડીયો, જાણો કઈ રીતે.
વોટ્સએપ (Whatsapp) એ ‘વ્યુ વન્સ’ (view once) નામનું એક ફીચર રજુ કર્યું છે જે એકવાર ચેટ જોયા પછી ફોટો અને વિડીયોને ડીલીટ કરી શકે છે. આ સુવિધા પછી યુઝર્સને પોતાની પ્રાઇવેસી રાખવામાં સરળતા રહેશે. વધારે પ્રાઇવેસી માટે હવે તમે તે ફોટા અને વિડીયો મોકલી શકો છો જે મેળવનાર દ્વારા એક વાર ખોલ્યા પછી તમારી વોટ્સએપ ચેટમાંથી ગાયબ થઈ જશે.
વોટ્સએપે મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે, હવે ફોટા અને વિડીયો મેળવનાર (રીસીવર) ની ગેલેરીમાં ઓટોમેટિક સેવ નહિ થાય. એકવાર ફોટા અને વિડીયો જોયા પછી તમે તેને બીજીવાર જોઈ નહિ શકો.
આ સુવિધા આ અઠવાડિયાથી દરેક યુઝર માટે શરુ કરી દેવામાં આવી છે અને વોટ્સએપ ખાનગી અને ગાયબ મીડિયાને મોકલવાની આ નવી રીત પર પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યું છે. કંપનીએ કહ્યું કે, વોટ્સએપ પર તમારા દ્વારા મોકલવામાં આવેલી દરેક વ્યક્તિગત ચેટની જેમ, વોટ્સએપ પર ફોટા અને વિડીયો ફરીથી નહિ જોઈ શકાય, કારણ કે વ્યુ વન્સ મીડિયા એંડ-ટુ-એંડ એન્ક્રીપશન દ્વારા સુરક્ષિત છે.
તેમને એક નવા વન-ટાઈમ આઇકન સાથે પણ સ્પષ્ટ રૂપથી ચિહ્નિત કરવામાં આવશે. મીડિયાને જોયા પછી તે તે સમયે ચેટમાં શું થઈ રહ્યું છે, તેના વિષે કોઈ પણ ભ્રમથી બચવા માટે મેસેજ ‘opened’ ના રૂપમાં દેખાડવામાં આવશે.
મીડિયા જોયા પછી તમે મોકલેલા અથવા મેળવેલા ફોટા અથવા વિડીયો સેવ, ફોરવર્ડ અથવા શેર નહિ કરી શકો.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.